રાહુલ ગાંધીએ પહેલી વાર સ્વીકાર્યુ કે ભારત જોડો યાત્રામાં થાય છે રાજનીતિ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. દેશની તમામ સંસ્થાઓ કોંગ્રેસે બનાવી છે અને ભાજપ-આરએસએસે તોડી નાખી છે.
રાહુલ ગાંધી છેલ્લા 130 દિવસથી ભારત જોડો યાત્રા અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જગ્યા જગ્યા પ્રેસકોન્ફરંન્સ યોજી પત્રકારોને પોતાના સવાલના જવાબ આપે છે, 3800 કિલોમીટરની આ યાત્રા હાલ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે, આ દરમીયાન તેમણે પત્રકારોના કેટલાક સવાલના જવાબ આપ્યા હતા, જેમા તેમને પુછવામાં આવ્યુ કે ભારત જોડો યાત્રાનો ઉદેશ્ય જો લોકોના સવાલો સાંભળવોનો, પ્રેમ ફેલાવવાનો છે તો ભારત જોડો યાત્રામાં દરેક વખતે રાજનીતિની ચર્ચા શા માટે થાય છે, જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે ‘ આ યાત્રા ભારતને જોડવાની યાત્રા છે. આ યાત્રા કોગ્રેસ પાટી માટે કોગ્રેસના વર્કર માટે ખાસ મારા માટે તપસ્યા જેવી છે. આનાથી અમે ઘણું શીખવા મળ્યું.3800 કિલોમીટરની યાત્રા છે. કોગ્રેસ એક પોલીટીકલ પાર્ટી છે, અને કોગ્રેસ પાર્ટીનું આ યાત્રામાં જોડાણ રહે તો,થોડી રાજનૈતિક વાતો તો થશે અને એ નેચરલ છે, લોકો અમને પુછે આવીને મળે છે, તેમના સવાલોની ચર્ચા કરે છે, એમા તે પોલિટીકલ બાબતો કહે કે સવાલ ઉઠાવે છે હું એ લોકોના સવાલને લોકો સમક્ષ રજુ કરૂ છું.’