રેપના તાલે ભક્તિની ધૂન! ‘હનુમાન ચાલીસા’ એ પણ યો-યો સ્ટાઈલમાં, Gen-Z ભક્તિ સાથે ઝૂમશે, દરેક બીટ શક્તિ અને ઉર્જાથી ભરપૂર – જુઓ Video
યૂ-ટ્યુબ પર હાલમાં એક અનોખી રીતે હનુમાનજી પર આધારિત રેપ સોન્ગ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હનુમાન ચાલીસાને નવીનતમ, જુસ્સાદાર અને મોડર્ન અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત હની સિંહના અંદાજમાં રજૂ થયેલ છે. જો કે, હજુ સુધી આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આમાં હની સિંહ જેવી ઝલક અને અંદાજ સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે.
યૂ-ટ્યુબ પર હાલમાં એક અનોખી રીતે હનુમાનજી પર આધારિત રેપ સોન્ગ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હનુમાન ચાલીસાને નવીનતમ, જુસ્સાદાર અને મોડર્ન અંદાજમાં દર્શાવવામાં આવેલ છે. આ ગીતમાં Yo Yo Honey Singh જેવો અંદાજ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં આ ગીત યો-યો સ્ટાઈલમાં રજૂ કરવામાં આવ્યું છે.
આજના યુવાનો માટે ખાસ
રેપના દરેક શબ્દમાં ભક્તિનો ભાવ છે, જ્યારે તેની દરેક બીટ હનુમાનજીની શક્તિ અને ઉર્જાથી ભરપૂર છે. આ ફક્ત એક ગીત નથી પરંતુ શક્તિ, ભક્તિ અને ભારતીય ગૌરવનો સંગમ છે, જે આજના યુવાનોને આધ્યાત્મિકતા સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
સોન્ગ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે
હની સિંહના અંદાજમાં રજૂ કરાયેલ આ સોન્ગ પરથી જણાવી દઈએ કે, અજય દેવગણની આગામી ફિલ્મ “દે દે પ્યાર દે 2” નું ગીત “ઝૂમ શરાબી” રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. હની સિંહ દ્વારા ગાયેલું આ ગીત રિલીઝ થતાંના 18 કલાકમાં 7.1 મિલિયન વ્યૂઝ મેળવી ચૂક્યું છે અને યુટ્યુબ ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટોપ 10 માં પ્રવેશી ગયું છે.

