Kheda: પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત, ઘટના CCTVમાં કેદ, જુઓ Video
ખેડાના કપડવંજમાં આસ્થા પેટ્રોલ પંપ પર વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. હસમુખ ઝાલા નામના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
ખેડામાં પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત નિપજ્યું. અરવલ્લીના મુસાફરને હાર્ટ એટેક (Heart Attack) આવતા ઢળી પડ્યો હતો. કપડવંજના આસ્થા પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. હાર્ટ અટેક આવતા યુવક નીચે પડી જતા તેના માથાના ભાગે ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : Kheda: મહેમદાવાદની પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી કર્યો આપઘાત, જુઓ Video
પેટ્રોલ પંપ પર બનેલી આ ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મૃતક યુવક 35 વર્ષીય હસમુખ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.
લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ખેડામાં પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત નિપજ્યું હોણું સામે આવ્યું છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો