દાહોદમાં આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર બોગસ એકાઉન્ટ બનાવી યુવતીનો અશ્લીલ ફોટો કર્યા વાયરલ, જુઓ Video

દાહોદમાં યુવતીના ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હોવાની ઘટનામાં આખરે યુવતીએ હિમમતા દાખવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પંકજ ડામોરની કરી ધરપકડ કરી છે. આરોપીએ યુવતીનું બોગસ એકાઉન્ટ બનાવી ન્યૂડ ફોટો અપલોડ કર્યા હતા. નાનસલાઈના રહેવાસી આરોપી પંકજ ડામોરે ફોટો અપલોડ કર્યા હતા. યુવતીને બદનામ કરવાના ઇરાદે આરોપીએ ફોટો અપલોડ કર્યા હતા. પીડિત યુવતીએ આરોપી પંકજ ડામોર સામે કાર્યવાહીની માગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 11:03 PM

દાહોદના નાનસલાઇમાં સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પંકજ ડામોરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી પંકજ ડામારે પીડિત યુવતી સાથે બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. જેથી તેને યુવતીનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર યુવતીને બદનામ કરવા માટે ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા.

આ પણ વાંચો : Gujarat Rain: દાહોદમાં લગભગ એક માસ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

જેની જાણ થતાં યુવતીએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આરોપી પંકજ ડામોર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ આ માટે બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું જેના દ્વારા આ સમગ્ર ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટો વાયરલ કર્યા હતા. પીડિત યુવતીએ હિમ્મત દાખવી અને આરોપી પંકજ સામે ફરિયાદ કરી હતી.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">