Breaking News : રાજકોટમાં ડમ્પરની અડફેટે આવતા યુવતીનું કમકમાટી ભર્યું મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાં ડમ્પરે અડફેટે લેતા યુવતીનું કમકમાટી ભર્યું મોત થયું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાં ડમ્પરે અડફેટે લેતા યુવતીનું કમકમાટી ભર્યું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બજરંગવાડીમાં રહેતી જુહી નડિયાપરા નામની યુવતી તેની મિત્ર સાથે કોલેજ જવા નીકળી હતી. ડમ્પરે અડફેટે લીધાં બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આશાસ્પદ વિદ્યાર્થિનીનું મોત થતાં પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે. તો બીજી તરફ ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ ઊઠી રહી છે.
તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર ડમ્પર કબજે લેવામાં આવ્યું છે. જે “બાપાસીતારામ ડમ્પર અને હાઈડ્રોલિક” નામની પેઢીનું છે. ડમ્પર આરટીઓમાં ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું ઓગસ્ટ 2023થી અમલમાં છે. પરંતુ છાશવારે બનતી આવી ઘટનાઓ અનેક સવાલો ઊઠાવી રહી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
