વર્લ્ડ કપ 2023: વેન જોન્સન 5 સેકન્ડમાં લાંઘી ગયો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું અભૂતપૂર્વ સુરક્ષા કવચ, જુઓ વીડિયો

વર્લ્ડ કપ 2023: વેન જોન્સન 5 સેકન્ડમાં લાંઘી ગયો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું અભૂતપૂર્વ સુરક્ષા કવચ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 10:01 AM

વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી જનાર વેન જોન્સન 7 ફૂટ ઊંચી જાળી કૂદીને મેદાનમાં પ્રવેશી ગયો હતો. ફેન્સિંગ કુદ્યા બાદ આરોપી જોન્સન થોડી જ સેકન્ડોમાં વિરાટ કોહલી સુધી પહોંચી જાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ઓસ્ટ્રેલિયાથી જ ફાઇનલ મેચની ટિકિટ બૂક કરાવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અભૂતપૂર્વ સુરક્ષા કવચને ભેદી મેદાનમાં પહોંચનારા પેલેસ્ટાઇન સમર્થક આરોપી વેન જોન્સનને લઇને અનેક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. બીજી તરફ આરોપી કેવી રીતે સુરક્ષાચક્ર ભેદીને છેક કોહલી સુધી પહોંચ્યો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી 1 પીએસઆઇ સહિત 16 પોલીસ કર્મચારીઓના સુરક્ષા ઘેરાને તોડવામાં સફળ રહે છે.

7 ફૂટ ઊંચી જાળી કૂદીને કર્યો હતો પ્રવેશ

વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી જનાર વેન જોન્સન 7 ફૂટ ઊંચી જાળી કૂદીને મેદાનમાં પ્રવેશી ગયો હતો. ફેન્સિંગ કુદ્યા બાદ આરોપી જોન્સન થોડી જ સેકન્ડોમાં વિરાટ કોહલી સુધી પહોંચી જાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ઓસ્ટ્રેલિયાથી જ ફાઇનલ મેચની ટિકિટ બૂક કરાવી હતી અને પેલેસ્ટાઇનને સમર્થન આપતા લખાણવાળું ટીશર્ટ પણ તે ઓસ્ટ્રેલિયાથી જ લઇને આવ્યો હતો.

ફાસ્ટ રનિંગ માટે ખરીદ્યા હતા ખાસ શૂઝ

વેન જોન્સન ઇન્ડિયાની ટીશર્ટની અંદર પેલેસ્ટાઇનવાળું ટીશર્ટ પહેર્યું હતું.ઘાસ પર ફાસ્ટ રનિંગ કરી શકાય એ માટે તેણે ખાસ શૂઝ પણ લીધા હતા. પેલેસ્ટાઇનને સમર્થન કરનારો આરોપી વેન જોન્સન હાલ તો કોઇ ગ્રુપ કે સંગઠન સાથે સંકળાયેલો ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો-પોરબંદર વીડિયો : કર્લી બ્રિજ બેફામ કાર ચાલકે 3 બાઈકને અડફેટે લીધા, એક યુવતીનું મોત

આરોપી વેન જોન્સન ઓસ્ટ્રેલિયામાં કડિયા કામ અને સોલાર પેનલ ફિટિંગનું કામ કરે છે. તે માત્ર અને માત્ર ફેમસ થવા માટે જ આવી હરકતો કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મુકી ફેમસ થવાનો તેનો હેતુ છે. વેન જોન્સન અગાઉ પણ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પણ સ્ટેડિયમમાં ઘૂસ્યો હતો. જ્યારે કે રગ્બી મેચમાં પણ તે સુરક્ષાચક્ર તોડી મેદાનમાં ઘૂસવામાં સફળ રહ્યો હતો. આરોપી વિરૂદ્ધ બે ગુના અગાઉથી જ નોંધાયેલા છે. આરોપી છેલ્લા 8 વર્ષથી માતા-પિતાથી અલગ રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 21, 2023 09:57 AM
g clip-path="url(#clip0_868_265)">