પોરબંદર વીડિયો : કર્લી બ્રિજ બેફામ કાર ચાલકે 3 બાઈકને અડફેટે લીધા, એક યુવતીનું મોત
પોરબંદરના કર્લી બ્રિજ પર કારે 3 બાઈકને અડફેટે લેતા 1 યુવતીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત TRB જવાન શિવાની લાખાણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતમાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળે છે. તો આવી જ અકસ્માતની ઘટના પોરબંદરમાં બની છે. પોરબંદરના કર્લી બ્રિજ પર કારે 3 બાઈકને અડફેટે લેતા 1 યુવતીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત TRB જવાન શિવાની લાખાણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 અને અન્ય બે લોકો એટલે કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
આ અગાઉ સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતની ઘટના બની હતી. વઢવાણમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોપ્યો હોવાનું સામે આવ્યુ છે. તો ધોળીપોળ અને શિયાણી પોળમાં બેફામ ચાલતા ડમ્પરોને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
Published on: Nov 21, 2023 09:30 AM