ભાભરમાં મહિલાની પૈસા ભરેલ થેલી ચીલઝડપ કરતા યુવકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક મહિલા પાસેથી થેલી ચીલઝડપ કરીને ભાગી રહેલા શખ્શને લોકોએ ઝડપી પાડ્યો હતો. વાવ સર્કલ પાસે બનેલી આ ઘટનામાં મહિલાની થેલી ઝૂંટવીને યુવક ભાગવા લાગ્યો હતો. જેને લઈ મહિલાએ બુમાબુમ કરી મુકતા લોકોએ ભાગી રહેલા શખ્શને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્શને પોલીસ બોલાવીને સોંપવામાં આવતા સ્થાનિક પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.
ભાભરમાં આવેલ વાવ સર્કલ નજીક એક મહિલાના હાથમાં રહેલી થેલી ઝૂંટવીને એક શખ્શ ભાગ્યો હતો. મહિલાએ થેલી ચીલ ઝડપ થતા વેંત જ બુમાબુમ કરી મુકી હતી. જેને લઈ સ્થાનિક આસપાસમાં રહેલા લોકોએ ભાગી રહેલા શખ્શને ઝડપી પાડવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં એક શખ્શ ઝડપાઈ આવ્યો હતો.
સ્થાનિકોએ ચીલ ઝડપ કરનારા યુવકને શરુઆતમાં તો બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન સ્થાનિક ભાભર પોલીસને ફોન કરીને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ચીલ ઝડપ કરનારા યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની થેલીમાં 10 હજાર કરતા વધારેની રકમ હતી અને તે આસપાસમાં રહેલા લોકોની સતર્કતાને લઈ બચી જવા પામ્યા હતા.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 08, 2023 06:45 PM
Latest Videos