પાલનપુરની બે દિવસથી ગૂમ પરિણીતા સાસરીમાંથી બેહોશ હાલતમાં મળી આવી, ઘરમાંજ બંધક બનાવ્યાની આશંકા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી સાસરિયાઓએ પરિણીતાની ગૂમ થયાનુ માનીને શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન પરિણીતા તેના જ ઘરમાંથી બેહોશ હાલતમાં મળી આવી હતી. પીયરીયાઓ દ્વારા દિકરીની તપાસ કરવા દરમિયાન જ તે સાસરીમાં ઘરમાંથી જ મળી આવી હતી. જે રીતે પરિણીતાએ ઘરમાં જ સંતાડી રાખી હતી જે મુજબ તેને બંધક સાસરીયાઓએ જ બનાવી હોવાની હોવાના આક્ષેપને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
પાલનપુરમાં એક પરિણીતા પર સાસરીયાઓએ અત્યાચાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસરીયાઓએ પરિણીતાને ઘરમાં જ બંધક બનાવી રાખી હોવાના આક્ષેપ થવા લાગ્યા છે. પરિણીતાને શોધખોળ કરવા દરમિયાન તે પાલનપુર શહેરમાં જ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ઘરમાંથી જ પલંગ નીચેથી બેહોશ હાલતમાં મળી આવી હતી. આ મામલે પરિણીતાના પિતાએ પુત્રી ગૂમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી. જોકે આમ છતાં પણ પોલીસની યોગ્ય તપાસ નહી થયાનો આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચોઃ હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ
પરિણીતા ઘરમાંથી જ મળી આવવા બાદ હવે પોલીસે પણ તપાસ શરુ કરી છે. પરિણીતાના પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની દિકરીને સતત ટોર્ચર કરવામાં આવી રહી હતી અને દહેજની માંગણી કરવામાં આવી રહી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ

આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ

વધારે પડતો ગુસ્સો કરવો બની શકે છે જીવલેણ! થશે આ હેલ્થ પ્રોબ્લેમ

IPLમાં ખેલાડીઓની હરાજી કરનાર મલ્લિકા સાગર કોણ છે

ચીકુ-દાદા-થાલા, સ્ટાર ભારતીય ખેલાડીઓના યુનિક છે ઉપનામ
Latest Videos