AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash: 80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! પ્લેન ક્રેશના કાટમાળમાંથી શું શું મળ્યું?

Ahmedabad Plane Crash: 80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! પ્લેન ક્રેશના કાટમાળમાંથી શું શું મળ્યું?

| Updated on: Jun 13, 2025 | 1:29 PM

ઘટના સ્થળ પર ગઈકાલથી રેસ્કયૂ ટીમ સતત કામે લાગી છે અહીં મોટાભાગના મુસાફરોની લાશો ખસેડી દેવામાં આવી છે. જે બાદ રેસ્ક્યૂ ટીમને એક મુસાફરનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનાથી આખો દેશ હચમચી ઉઠયો છે, તેના ઘણા વીડિયો અને ઘણી તસવીરો સામે આવી રહી છે. દુર્ઘટનાગ્રસ્ત બનેલું પ્લેન BJ મેડિકલ કોલેજની હોસ્ટલમાં અથડાયું. જેમાં પ્લેનમાં સવાર 241ના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે આ મુસાફરો પોતાની સાથે લઈ જઈ રહેલ સામાન એકઠો કરવામાં આવ્યો છે. જેમાં રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત પાસપોર્ટ પણ મળી આવ્યા છે.

રેસ્ક્યૂ ટીમને કાટમાળમાં મળી આ વસ્તુઓ

ઘટના સ્થળ પર ગઈકાલથી રેસ્કયૂ ટીમ સતત કામે લાગી છે અહીં મોટાભાગના મુસાફરોની લાશો ખસેડી દેવામાં આવી છે. જે બાદ રેસ્ક્યૂ ટીમને એક મુસાફરનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે જેની સ્ક્રીન તૂટી ગઇ હતી તેમ છતાં ફોનની રીંગ વાગી રહી હતી. તો કેટલીક જ્વેલરી તેમજ રોકડ રકમ તથા અગત્યના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે.

80થી 90 તોલા સોનું મળ્યું

રેસ્ક્યૂ ટીમના એક મેમ્બર દ્વારા જણાવેલી માહિતી મુજબ આ કાટમાળમાંથી બ્રિટિશ પાસપોર્ટની સાથે બીજા 8થી 10 જેટલા અલગ અલગ મુસાફરોના પાસપોર્ટ મળી આવ્યા છે. તે સાથે 80થી 90 તોલાની જ્વેલરી (સોનું) મળી આવ્યું છે. તેમજ ઘટના સ્થળેથી 80,000થી 90,000 રોકડ રકમ પણ મળી આવી છે. તે તમામે તમામ વસ્તુઓ સરકારી દફતરમાં જમા કરવામાં આવ્યું છે.

અમદાવાદની આ પ્લેન ક્રેસની ઘટનાથી મોટાભાગના મુસાફરોના મૃતદેહ બળી ગયા છે જેથી પરિજનોના માટે તેમના સ્વજનોની ઓળખ પણ મુશ્કેલ બની છે. ઘટનાસ્થળે ફરજ બજાવી રહેલાં લોકોનું પણ કહેવું છે કે તેમણે આવા ભયાવહ દ્રશ્યો ક્યારેય નથી જોયા.

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે આ અંગેની વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">