આજનું હવામાન : સ્વેટરની સાથે હવે રેઈન કોટ પણ કાઢી રાખજો, ગુજરાતના આ જિલ્લાઓમાં માવઠાનું સંકટ, જુઓ વીડિયો

રાજ્યમાં આગામી 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

| Updated on: Feb 28, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અમદવાદ,નવસારી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ સુરેન્દ્રનગર, નર્મદા, મહેસાણા, મોરબી, મહીસાગર,જુનાગઢ, ડાંગ,આણંદ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદ, કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">