AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાથમતી જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ, ગાંધીનગર અને સાબરકાંઠાને મળશે લાભ

હાથમતી જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયુ, ગાંધીનગર અને સાબરકાંઠાને મળશે લાભ

| Updated on: Nov 18, 2023 | 7:27 PM
Share

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવનાર છે. રવી સિઝન માટે પ્રથમ પાણી છોડવાને લઈ મોટી રાહત ખેડૂતોને સર્જાશે. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાણી છોડાતા સિંચાઈનો લાભ મળશે.

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવશે. ખેડૂતોએ રવી સિઝનને લઈ વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. જેને લઈ ખેડૂતોને હવે સિંચાઈનુ પાણી સમયસર મળી રહેવાને લઈ મોટી રાહત સર્જાશે. રવી સિઝન માટે શુક્રવાર એટલે કે 17 નવેમ્બરથી સિઝનનુ પ્રથમ પાણી હાથમતી જળાયમાંથી છોડવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે. અ,બ અને ક ઝોન કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. 3000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ હાથમતી જળાશયમાંથી છોડવામાં આવેલ પાણીથી લાભ મળશે. રવી સિઝનમાં હાથમતી જળાશયમાંથી પાંચ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવનાર છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 07:22 PM
g clip-path="url(#clip0_868_265)">