Vadodara : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા હડકંપ

Vadodara : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા હડકંપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 1:40 PM

વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને સમગ્ર મામલે રજૂઆત કરીને તપાસની માગ કરવામાં આવશે.

શિક્ષણનું ધામ ફરી એકવાર વિવાદમાં સપડાયુ છે. વાત છે વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની. વાયરલ થયેલા વીડિયોમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે બે અજાણ્યા શખ્સો નમાજ પઢી રહ્યા છે.  નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા જ યુનિવર્સિટીમાં હડકંપ મચી ગયો છે. MSUના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના સામે આવતા હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને સમગ્ર મામલે રજૂઆત કરીને તપાસની માગ કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો

તો બીજી તરફ વાયરલ વીડિયોને લઇને વડોદરાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે વાયરલ વીડિયો દ્વારા સર્જાયેલો વિવાદ હવે ક્યાં જઇને અટકે છે. વાયરલ વીડિયોની ઘટનાને લઇને જ્યાં રાજનીતિ તેજ થઇ છે, ત્યાં ઘટનાએ અનેક સવાલોને પણ જન્મ આપ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">