Dang Accident News : સાપુતારામાં બસ ખીણમાં ખાબક્યાનો Video આવ્યો સામે
પુતારામાં રવિવારે સાંજે થયેલા અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.બસમાં બેઠેલો મુસાફર બારીમાંથી કુદરતી નજારો મોબાઈલમાં શૂટ કરી રહ્યા હતા.એ સમયે ટ્રકને ઓવરટેક કરવા જઈ રહેલી બસ ખીણમાં ખાબકી હતી જેનો વીડિયો વાયરલ થયો છે.
Dang Accident News : સાપુતારામાં રવિવારે સાંજે થયેલા અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. બસમાં બેઠેલો મુસાફર બારીમાંથી કુદરતી નજારો મોબાઈલમાં શૂટ કરી રહ્યા હતા.એ સમયે ટ્રકને ઓવરટેક કરવા જઈ રહેલી બસ ખીણમાં ખાબકી હતી. ગોઝરા અકસ્માતની આ ક્ષણો કેમેરામાં કેદ થઈ છે.
બસમાં જઈ રહેલા પ્રવાસીઓ મનોરમ્ય વાતાવરણ પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો. બસમાં બેસીને પ્રકૃતિનો નાજરો માણતા મુસાફર અને આ બધુ જ એક ક્ષણમાં બદલાઈ ગયું હતુ. બસમાં એક જ ક્ષણમાં આનંદનો કલરવ મોતની ચિચિયારીમાં બદલાય ગયો.
અકસ્માતમાં 7 વર્ષની બાળકી અને 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃતક બન્ને બાળકો ભાઈ-બહેન હતા. બસમાં કુલ 65 મુસાફર હતા. જેમાંથી 28 મુસાફરને ઈજા પહોંચી હતી.
Latest Videos