Breaking News: વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયુ, જુઓ Video
દિલ્હીમાં આતંકી બ્લાસ્ટ બાદ દેશભરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી હલચલ જોવા મળી હતી. વેરાવળના ભાલકા વિસ્તારના મકાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પ્રભાસ પાટણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ કરી હતી.પૂઠાંથી બનાવેલો કથિત બોમ્બ મળ્યો હતો. મકાન માલિકે યુટ્યુબનો વીડિયો જોઈ કથિત બોમ્બ તૈયાર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં પોલીસે પરત ફરી હતી. આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
પૂઠાંથી બનાવેલો કથિત બોમ્બ મળ્યો
ઉલ્લેખનીય છે કે વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતી પ્રાપ્ત થતા આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ માહિતી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ કરતા પૂઠાંથી બનાવેલો કથિત બોમ્બ મળ્યો હતો.