Mehsana : વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, તપાસ્યા વિના 316 વાહનના ફિટનેસ સર્ટી ઈશ્યું, જુઓ Video
મહેસાણામાં વાહનોના ફિટનેસ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી હા નવા કોમર્શિયલ વાહનનું દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે. પરંતુ, કેટલાક કોમર્શિયલ વાહન ચાલકો આવા સર્ટી બારોબાર મેળવી લે છે.આવી જ ફરિયાદ મહેસાણા RTO અધિકારીએ નોંધાવી છે.
મહેસાણામાં વાહનોના ફિટનેસ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી હા નવા કોમર્શિયલ વાહનનું દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે. પરંતુ, કેટલાક કોમર્શિયલ વાહન ચાલકો આવા સર્ટી બારોબાર મેળવી લે છે.આવી જ ફરિયાદ મહેસાણા RTO અધિકારીએ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ, મહેસાણાના હેડુઆ રાજગર પાસેની નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન દ્વારા એક વર્ષ પહેલા ખોટા સર્ટી ઈશ્યુ કરાયા હતા. જેને લઈ નમન એજન્સીના સંચાલક સંજય રામાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
તપાસ્યા વિના જ વાહનોના ફિટનેસ સર્ટી કરાયા ઈશ્યું
જૂના થતા કોમર્શિયલ વાહનો રસ્તાઓ પર જોખમ સર્જી શકે છે. તેના કારણે સમયાંતરે વાહનનું ફિટનેસ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. કોમર્શિયલ વાહન ફિટનેસ સર્ટી માટે નવા વાહનને 8 વર્ષ સુધી દર 2 વર્ષે વાહન ફિટનેસ ચેક સર્ટી લેવું પડે છે. 8 વર્ષ બાદ દર 1 વર્ષે સર્ટી લેવું પડે છે. વાહન 15 વર્ષ જૂનું થાય ત્યારબાદ દર 5 વર્ષે વાહન ટેસ્ટીંગ કરાવી સર્ટી લેવું ફરજિયાત છે. જ્યારે મહેસાણાની નમન એજન્સી દ્વારા રૂબરૂ વાહનની તપાસણી કરવાને બદલે ફોટો એડિટ કરી સર્ટી આપી દેવાનું કૌભાંડ ચાલતું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં કોમર્શિયલ વાહન રૂબરૂ તપાસ્યા વિના જ ફિટનેસ સર્ટિ કાઢી આપવામાં આવતા હતા. ગાંધીનગરની મુખ્ય RTO કચેરીને કૌભાંડની જાણ થતાં તપાસ બાદ ફરિયાદ નોંધાવામાં આવી છે. જો કે, હવે તે ટેસ્ટિંગ એજન્સી અને જગ્યા અન્ય કોઈને વેચાણ કરી દેવામાં આવી છે. પરંતુ, RTO દ્વારા ફરિયાદ નોંધાવાતા મહેસાણા પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી છે. આ આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.