Ahmedabad: વસ્ત્રાલમાં ટુંક સમયમાં થશે રસ્તાનું સમારકામ, રીંગરોડ પર કાયમી ખાડાની સમસ્યા થશે દૂર, જુઓ Video

Ahmedabad: વસ્ત્રાલમાં ટુંક સમયમાં થશે રસ્તાનું સમારકામ, રીંગરોડ પર કાયમી ખાડાની સમસ્યા થશે દૂર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:02 PM

એસપી રિંગ રોડ પર મસમોટા ખાડા અંગે ઔડાના અધિકારીએ આ નિવેદન આપ્યું છે. કહ્યું કે વિવિધ રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ મળી છે. જેને લઈ વહેલી તકે કામગીરી કરવામાં આવશે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ટુંક સમયમાં જ રસ્તાનું સમારકામ (Road repair) કરાશે. રીંગરોડ પર અવારનવાર ખાડાની સમસ્યા દૂર કરવા પૂરો રસ્તો રીસરફેસ કરાશે. એસપી રિંગ રોડ પર મસમોટા ખાડા અંગે ઔડાના અધિકારીએ આ નિવેદન આપ્યું છે. ઔડાના અધિકારીએ કહ્યું કે વિવિધ રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ મળી છે.

આ પણ વાંચો : રિંગ રોડ પર ખાડા રાજ, વાહન ચાલકો ત્રસ્ત, ટોલ પ્લાઝા નજીક માર્ગ પર જોખમી સ્થિતિ, જુઓ Video

જેને આધારે ખાડા પર પેચવર્ક કરાયું છે. પરંતુ વરસાદના કારણે ફરી ત્યાં ખાડા પડ્યા હોવાનું અધિકારી રટણ કરી રહ્યાં છે. સાથે જ કાયમી માટે ખાડા પડવાનો સિલસિલો દૂર થાય તે માટે કામગીરી ચાલી રહી હોવાનો પણ દાવો કર્યો. વરસાદ પૂર્ણ થયા બાદ કામ શરૂ કરીને RCC રોડ બનાવવા પણ ખાતરી આપી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 31, 2023 09:02 PM
g clip-path="url(#clip0_868_265)">