Ahmedabad: રિંગ રોડ પર ખાડા રાજ, વાહન ચાલકો ત્રસ્ત, ટોલ પ્લાઝા નજીક માર્ગ પર જોખમી સ્થિતિ, જુઓ Video
અમદાવાદના એસપી રિંગ રોડ પર આવે આવેલ રામોલ ટોલ પ્લાઝા નજીક મોટા ખાડાઓ પરેશાન કરી રહ્યા છે. અસલાલી થી વસ્ત્રાલ વચ્ચે વાહન ચાલકોને જાણે કે જોખમી સફર કરવા સમાન સ્થિતી છે.
અમદાવાદ શહેરમાં પણ ખાડાઓનુ રાજ જોવા મળી રહ્યુ છે, શહેરમાં જ્યાં ટોલ ટેક્સ વસુલવામાં આવે છે એ ટોલ પ્લાઝા અને તેની આસપાસમાં જ વિશાળ ખાડાથી વાહનચાલકો પરેશાન છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર આવે આવેલ રામોલ ટોલ પ્લાઝા નજીક મોટા ખાડાઓ પરેશાન કરી રહ્યા છે. અસલાલી થી વસ્ત્રાલ વચ્ચે વાહન ચાલકોને જાણે કે જોખમી સફર કરવા સમાન સ્થિતી છે. જીવના જોખમે એસપી રિંગ રોડ પર વાહન હંકારવુ પડે એવી સ્થિતિ સર્જાઈ છે. રિંગ રોડ પર વિશાળ ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.
જોકે બીજી તરફ ઔડા અને સ્થાનિક તંત્રને આ ખાડાઓ પૂરવાનુ કાર્ય બરાબર થતુ નથી અને દાવાઓ મોટા હોય એમ લાગે છે. 60 થી 70 ટકા જેટલુ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ હોય એવો દાવો ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે હજુય આ દ્રશ્યો જોઈ શકાય છે કે, સ્થિતિ કેવી છે. બ્રિજ પર સળીયા બહાર આવી ગયા છે, તો જ્યાં વેટ મિક્સ નાંખ્યુ છે તે પણ સાવ ઉખડી ગયુ છે. મેનેજર દ્વારા કહેવાય છે કે વરસાદ રોકાઈને ઉઘાડ નિકળે એટલે મેન્ટેન્સની કામગીરી યોગ્ય રીતે હાથ ધરાશે.