Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી
વલસાડ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો 3 મહિનામાં બીજો બનાવ સામે આવ્યો છે. તેમજ આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પણ પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે
ગુજરાતમાં વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન(Train) ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમાં માત્ર ટ્રેનના એન્જીનના કેટલ ગાર્ડને નુકસાન પહોચ્યું હતું. તેમજ મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં બાંદ્રા વાપી ટ્રેનની અડફેટે પથ્થર આવ્યો હતો. તેમજ આ ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી છે.આ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જયારે વલસાડ જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો 3 મહિનામાં બીજો બનાવ સામે આવ્યો છે. તેમજ આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પણ પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. જેમાં ફેબ્રુઆરી માસમાં વલસાડના અતુલ નજીક પણ આજ પ્રકારની ઘટના સામે આવી હતી
આ પણ વાંચો : Gujarat ના 62માં સ્થાપના દિવસની 1લી મેના રોજ પાટણમાં થશે ઉજવણી, તડામાર તૈયારીઓ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો