Gujarat ના 62માં સ્થાપના દિવસની 1લી મેના રોજ પાટણમાં થશે ઉજવણી, તડામાર તૈયારીઓ
પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનું (Gujarat Foundation Day) આયોજન થશે ત્યારે મુખ્યમાર્ગની દિવાલ પર પાટણના પ્રાચીન ઇતિહાસને ચિત્રકારો દ્વારા પણ પોતાની કલાથી જીવંત બનાવવા ભરબપોરે પાટણના ઐતિહાસિક વારસાને ચિત્રરુપી કથાને રંગરુપ આપી રહ્યા છે.
ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) ઉજવણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.ગુજરાતના 62માં સ્થાપના દિવસની ઉજવણી સૌ પ્રથમવાર જીલ્લા કક્ષાએ યોજાઇ રહ્યો છે. ત્યારે પાટણ(Patan)જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી છે તેમજ સ્થાપના દિવસ દરમિયાન યોજાનાર વિવિધ પોલીસ પરેડ,(Police Parade) સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. તો 1 મેના રોજ પાટણ ખાતે યોજાનાર સ્થાપના દિવસને લઇને શહેરના મુખ્યમાર્ગ , સરકારી કચેરીઓ સહિતનો રોશનીથી જળહળતુ મુકવામા આવ્યું છે.
સ્થાપના દિવસની ઉજવણીના સ્થળ પર સતત પરેડ રિહર્સલ કરતા નજરે પડ્યા
તો પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે ત્યારે મુખ્યમાર્ગની દિવાલ પર પાટણના પ્રાચીન ઇતિહાસને ચિત્રકારો દ્વારા પણ પોતાની કલાથી જીવંત બનાવવા ભરબપોરે પાટણના ઐતિહાસિક વારસાને ચિત્રરુપી કથાને રંગરુપ આપી રહ્યા છે. તો બીજી બાજુ પોલીસના જવાનો પણ સતત રાતદિવસ અલગ અલગ કરતબ થકી લોકોને આનંદ પીરસી શકે તે માટે વહેલી સવારથી મોડી સાંજ સુઘી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતી ટ્રેનિંગ સાથે સ્થાપના દિવસની ઉજવણીના સ્થળ પર સતત પરેડ રિહર્સલ કરતા નજરે પડી રહ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે પ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગાંઘીનગર છોડીને કોઇ જીલ્લાકક્ષાએ યોજાનાર છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ,મુખ્યસચિવ, રાજ્યના DGP સહિત તમામ સચિવકક્ષાના અઘિકારીઓ પોલીસના ઉચ્ચકક્ષાના અઘિકારીઓ અને રાજ્યના કેટલાક મંત્રીઓ પણ પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહેવાના છે.આ ઉપરાંત રાજ્યપાલ પણ હાજર રહેશે. જેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખાસ કરવામાં આવ્યો છે.તો મુખ્યમંત્રીના હસ્તે અંદાજીત રુપિયા 330 કરોડના નવીન કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાશે તો ડાયનોસોર પાર્ક તરીકે ઓળખાતા રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત 110 કરોડના કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.તો વડાપ્રધાનનુ મહત્વનું સફાઇ અભિયાન પણ હાથ ધરાશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો