AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 4:30 PM
Share

એક પછી એક કોંગ્રેસના (Congress) મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના (Naresh Patel) કોંગ્રેસમાં જોડાવા અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એક પછી એક કોંગ્રેસના (Congress) મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. બીજી તરફ હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ હોવાની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યું કે નરેશ પટેલ જેવા સારા માણસોની કોંગ્રેસને જરૂર છે. નરેશ પટેલ જેવા અગ્રણી અને સારા વ્યક્તિઓનો સાથ મળે તો કોંગ્રેસ માટે તે ઘણી મહત્વની બાબત ગણી શકાય.

તો આ તરફ ભરતસિંહે હાર્દિકની નારાજગી અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ માટે કંઈ પણ કહેવા માટે હું સમર્થ નથી. સાથે જ તેમણે એ પણ કહ્યું કે હાર્દિક પટેલ મુખ્યપ્રધાન બને તો પણ મને વાંધો નથી. કોંગ્રેસના કોઈ પણ નેતા મુખ્યપ્રધાન બનશે તો ગુજરાતની પ્રજાનું કલ્યાણ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.

ભરતસિંહ સોલંકીએ જણાવ્ચુ કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય અને તેઓ સીએમ બને, હાર્દિક પટેલ સીએમ બને કે અન્ય સમાજમાંથી મુખ્યમંત્રી બને પણ કોંગ્રેસનો મુખ્યમંત્રી બને એ જરૂરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી બને તો તે ગુજરાતની પ્રજાનું કલ્યાણ કરશે એ જરૂરી છે અને એ 1960થી લોકો જાણે છે.

આ પણ વાંચો- Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચો-Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

g clip-path="url(#clip0_868_265)">