Tapi News : ડોલવણના ઘાણી ગામે 16 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, વિદ્યાર્થી મૂળ વલસાડનો હોવાનું સામે આવ્યું, જુઓ VIdeo
તાપીના ડોલવણના ઘાણી ગામે 16 વર્ષીય વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલયના હોસ્ટેલની પાછળ આપઘાત કર્યો છે. સંદીપ કાવાજી નામનો વિદ્યાર્થી ધો.10માં અભ્યાસ કરતો હતો. હોસ્ટેલની પાછળ બેલ્ટ વડે ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે. કયા કારણ થી આ સમગ્ર બનાવ બન્યો શા માટે આ પ્રકાર નું પગલું વિદ્યાર્થી ભર્યું તેને લઈને તપાસ શરૂ કરી છે.
તાપીના ડોલવણમાં આવેલા ઘાણી ગામે ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘાણી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી અગમ્ય કારણોસર હોસ્ટેલની પાછળના ભાગે બેલ્ટ વડે ગળેફાંસો ખાઇને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લીધું.
ઉલ્લેખનીય છે, આ આશ્રમ શાળામાં હાલ પૂરક પરીક્ષા ચાલી રહી હતી. એવામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો. મૃતક વિદ્યાર્થી 16 વર્ષીય સંદીપ કાવાજી હોવાનું સામે આવ્યું છે. જે મૂળ વલસાડના કપરાડામાં આવેલા ચેપા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું. તો, ઘટનાની જાણ થતા પોલીસ અને મૃતકના પરિવારજનો વિદ્યાલયમાં પહોંચ્યા. જો કે મૃતદહેને પોસ્ટમોર્ટમ માટે લઇ જવા પરિજનોએ ના પાડી હતી.
આ પણ વાંચો : Tapi Video : વ્યારાના ચિખલદા ગામેથી દીપડો પાંજરે પુરાયો, જુઓ Video
જે બાદ પોલીસે પરિવારના સભ્યો અને ગ્રામજનો સાથે સમજાવટ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. મહત્વનું છે, વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેની હકીકત સામે નથી આવી. પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે કે કયા સંજોગોમાં વિદ્યાર્થીનું મોત થયું. જો કે બીજી તરફ પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
