Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video
Junagadh: ભેંસાણમાં ખેડૂતના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. વાંદરવડ ગામની સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. સહકારી મંડળીના મંત્રીએ ખોટી રીતે ખેડૂતને ધિરાણની નોટિસ ફટકારતા ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ તપાસમાં સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Junagadh: જુનાગઢના ભેસાણમાં 10 સપ્ટેમ્બરે ખેડૂતે આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસે વાંદરવડ સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ નોંધી છે. આક્ષેપ છે, કે સહકારી મંડળીના મંત્રીએ નાગજીભાઇ નામના ખેડૂતને ખોટી રીતે ધિરાણની નોટિસ ફટકારી હતી. 5 લાખ 40 હજારનું ધિરાણ બાકી હોવાની નોટિસ મળતા ખેડૂતે આપઘાત કર્યો હતો. જે બાદ છગન સોલંકી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી. ખેડૂતના આપઘાતના એક મહિના બાદ પોલીસે સહકારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ નોંધી છે.
અગાઉ પણ મંડળીના મંત્રી સામે નોંધાઈ ચુકી છે ફરિયાદ
ઉલ્લેખનીય છે, વાંદરવડ સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. અગાઉ મંત્રી અને પ્રમુખે રૂપિયા 5 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે પોલીસે હવે નોટિસ અને ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
