vadodara : રેગિંગની ઘટનામાં રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ, વિદ્યાર્થીઓ પાસે વિગતો મંગાવી

ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. અને સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:36 PM

vadodara : શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. અને સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે કોલેજ સંચાલકો પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મંગાવી છે. તો બીજી તરફ રેગિંગની ઘટના કોલેજનું તંત્ર એક્શનમાં આવ્યું છે.

કોલેજના મેનેજમેન્ટ, એન્ટિ રેગિંગ કમિટી અને પીઆઈની બેઠક મળી. જેમાં વાલી અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મેનેજમેન્ટની કમિટી યોગ્ય તપાસ કરશે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ પોલીસને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે પોલીસ વિભાગ આગળ કાર્યવાહી કરશે.

મહત્વપૂર્ણ છે કે ગોત્રી કોલેજના મેનેજમેન્ટ દ્વારા થતી તપાસ પ્રભાવિત ન થાય તે માટે બહારથી આવતા કોઈ પૂર્વ વિદ્યાર્થીને હમણાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગોત્રી કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 60 વિદ્યાર્થીને 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાયું હતું. જે બાદ ત્રણ વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જેમાં એક જુનિયર વિધાર્થીએ દૂધની થેલી લાવવાનો ઇનકાર કરતા સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયાની વિગતો સામે આવી છે..ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલાની તપાસમાં શું સામે આવે છે. અને કેવી કાર્યવાહી થાય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">