વડોદરામાં વરસાદ રહી ગયા બાદ પણ રોડ પરના ખાડાથી વડોદરાવાસીઓ ત્રાહિમામ, વધ્યા અકસ્માતો- Video
રાજ્યભરમાં વરસાદનું જોર થોડુ ધીમુ પડ્યુ છે. જેમા વડોદરામાં છેલ્લા બે દિવસથી વરસાદ તો રહી ગયો પરંતુ રસ્તા પરના ખાડા યથાવત છે. હાલ એટલી હદે રોડ ખાડામાં ગરકાવ થયા છે કે ખાડામાંથી રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ છે.
વડોદરામાં વરસાદ બાદ હવે રસ્તા પરના ખાડાથી પરેશાન થયા છે. શહેરના સમા વિસ્તારમાં લોકો ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ આ વિસ્તારની હાલત એવી છે કે ખાડામાંથી રોડ શોધવો પડે ચેમ છે. મુખ્ય માર્ગ સહિત સર્વિસ રોડ પર પર ઠેર ઠેર ખાડા જ ખાડા છે. વાહન ચાલકોને ભય છે કે ખાડાને કારણે અકસ્માત સર્જાઈ શકે છે. રસ્તાઓ બિસમાર બનતા વાહન લઈને નીકળવામાં પણ અકસ્માતનું જોખમ રહે છે.
સ્થાનિકો આક્ષેપ કરે છે કે વિશ્વામિત્રીના પૂરમાંથી તો લોકો બચી જશે પરંતુ ખાડાઓનુ મનપા પાસે કોઈ નિરાકરણ નથી. હાલ કામચલાઉ ધોરણે માટી નાખી ખાડા પૂરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરના મોટાભાગના માર્ગો પર ખાડા રાજ છે. ખાડાને કારણે વાહનચાલકોને કમરના દુખાવા તો આવી જ ગયા છે પરંતુ વરસાદ બાદ જ્યારે આ રસ્તાઓ પર પાણી ભરાય છે ત્યારે અનેક વાહનચાલકો પડતા પડતા માંડ માંડ બચે છે જ્યારે કેટલાક વાહન સાથે સ્લીપ પણ થઈ જાય છે ત્યારે આવા રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માગ હાલ વડોદરાવાસીઓ કરી રહ્યા છે.