AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Budget Gujarati Movie : ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’, આધુનિક સંબંધોની ગૂંચવણ અને લાગણીઓનો અનોખો સંગમ, જુઓ

ધ્વનિ ગૌતમ નિર્દેશિત ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ આધુનિક સંબંધોની જટિલતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ છે. 1.5 કરોડના અલ્ટ્રા-પ્રીમિયમ કોસ્ચ્યુમ અને કચ્છના નયનરમ્ય સ્થળોએ શૂટ થયેલી આ ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત તમલિયા મુખ્ય ભૂમિકામાં છે.

High Budget Gujarati Movie : ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’, આધુનિક સંબંધોની ગૂંચવણ અને લાગણીઓનો અનોખો સંગમ, જુઓ
| Updated on: May 01, 2026 | 7:30 PM
Share

અમદાવાદ: ગુજરાતી સિનેમા હવે નવા દિશામાં આગળ વધી રહ્યું છે અને તેનું તાજું ઉદાહરણ છે આગામી ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’. જાણીતા દિગ્દર્શક ધ્વનિ ગૌતમ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે, જેમાં હાઈ પ્રોડક્શન વેલ્યુ સાથે આજના યુવાનોને સ્પર્શે તેવી વાર્તાનો આભાસ થાય છે.

આ ફિલ્મ આધુનિક સમયમાં પ્રેમ અને સંબંધોની જટિલતા પર આધારિત છે. વાર્તા એક એવા યુવકની આસપાસ ગોઠવાઈ છે, જે પોતાના ભૂતકાળને પાછળ મૂકી નવી શરૂઆત કરવા માંગે છે. પરંતુ તેની જિંદગીમાં અચાનક ‘વાંકી ચૂકી’ વળાંક ત્યારે આવે છે, જ્યારે તેની પૂર્વ પ્રેમિકા ફરીથી તેના જીવનમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ લાગણીઓનો સંઘર્ષ અને સંબંધોની ઉલઝણ કેવી રીતે આગળ વધે છે, તે ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.

માત્ર કપડાં પર જ ₹1.5 કરોડથી વધુનો ખર્ચ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર કોઈ ફિલ્મના લુક અને સ્ટાઇલ માટે આટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જાણીતી ક્લોથિંગ ચેઇન ‘બેનબા’ (Benbaa) સાથે ભાગીદારી કરીને ફિલ્મના પાત્રો માટે અલ્ટ્રા-પ્રીમિયમ કપડાં તૈયાર કરવામાં આવ્યા છે. માત્ર કપડાં પર જ ₹1.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે પ્રાદેશિક સિનેમામાં એક નવી દિશા દર્શાવે છે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય કલાકારો જેમ કે પૂજા જોશી, પરીક્ષિત તમલિયા, ભાવિન ભાનુશાલી અને મિલોની ઝોનસા જોવા મળશે. સાથે જ શેખર શુક્લ, હેમાંગ દવે, ચેતન દૈયા, નિતિન ભાનુશાલી અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ પણ પોતાની અદાકારીથી ફિલ્મને વધુ મજબૂત બનાવશે.

ફિલ્મનું શૂટિંગ કચ્છના સુંદર અને નયનરમ્ય સ્થળોએ કરવામાં આવ્યું છે. ભવ્ય લગ્ન પ્રસંગોના સેટ અને મધુર સંગીત ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.

ફિલ્મને હાઈ-એન્ડ પ્રોડક્શન સ્કેલ આપ્યો

દિગ્દર્શક ધ્વનિ ગૌતમના જણાવ્યા મુજબ, “આ ફિલ્મ માત્ર લવ સ્ટોરી નથી, પરંતુ આજના યુગના સંબંધોનો અરીસો છે. અમે આ વાર્તાને ખૂબ જ લાગણીસભર રીતે રજૂ કરવાની કોશિશ કરી છે.” જ્યારે નિર્માતા નિતિન ભાનુશાલીએ જણાવ્યું હતું કે, “યુવાનોની પસંદને ધ્યાનમાં રાખીને અમે ‘બેનબા’ સાથે મળીને ફિલ્મને હાઈ-એન્ડ પ્રોડક્શન સ્કેલ આપ્યો છે, જેથી દર્શકોને વર્લ્ડ ક્લાસ અનુભવ મળે.”

રોમાન્સ, પારિવારિક ડ્રામા અને સસ્પેન્સનો સંયોજન ધરાવતી આ ફિલ્મ ૮ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમની આ ‘વાંકી ચૂકી’ સફર માણવા માટે તૈયાર થઈ જાઓ.

શું 18 વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યા છે ‘બાપુજી’

Follow Us
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
g clip-path="url(#clip0_868_265)">