Rain : વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓમાં ચિંતાના વાદળ છવાયા, જુઓ Video
મેઘરાજા ફરી એક વાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાઘોડિયામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે.
મેઘરાજા ફરી એક વાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાઘોડિયામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. સતત વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના નાની ભાગોળ અને ઈન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો સહિત ખેલૈયાઓમાં પણ ચિંતાના વાદળ છવાયા છે. આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે ત્યારે નવરાત્રીના એક દિવસ પૂર્વ જ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી થઈ છે.
નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બનશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
