વડોદરાઃ હોસ્પિટલોની ઉઘાડી લૂંટ, છેલ્લા 14 દિવસમાં 60 ફરિયાદ, કુલ 491 ફરિયાદની હાહાકાર

હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ 21 ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા 4 લાખ 39 હજાર 272 રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 2:29 PM

વડોદરામાં કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે થતી ફરિયાદો વધતી જઈ રહી છે. ફક્ત સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ 35 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કોરોનાની સારવારમાં દર્દીના પરિવારજનો પાસેથી નિયમ કરતા વધુ નાણા ખંખેર્યાની શહેરની વિવિધ હોસ્પિટલો સામે છેલ્લા 14 દિવસમાં જ 60થી વધુ ફરિયાદો તંત્ર સમક્ષ થઇ છે. આ સાથે કુલ ફરિયાદોનો આંક 491 પર પહોંચી ગયો છે. કઈ કઈ હોસ્પિટલો સામે ફરિયાદ થઈ છે તેની માહિતી આપવાનો કોર્પોરેશને ઈન્કાર કરી દીધો છે. પૂર્વ પ્રધાન યોગેશ પટેલે ગત 24 ઓક્ટોબરે કરેલા નિવેદન અને સ્ટર્લિંગના તબીબ ડૉ.સોનિયા દલાલે દર્દીઓ પાસેથી વધુ નાણા ખંખેર્યા હોવાના સ્ફોટક ખુલાસા કર્યા બાદ રોજની સરેરાશ 4 ફરિયાદો નોંધાઈ રહી છે. અત્યાર સુધી આવેલી ફરિયાદોમાંથી 265 કિસ્સામાં હોસ્પિટલોએ પાલિકાના દબાણથી પરિવારજનોને રૂપિયા 75.10 લાખ રૂપિયા પરત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોરોનામાં વધુ બિલ લીધાની ફરિયાદોમાંથી 23 ફરિયાદો તો સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ થઇ હતી. આ ઉપરાંત આ હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ 21 ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા 4 લાખ 39 હજાર 272 રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી. દર્દીને વધુ વસૂલેલા રૂપિયા પરત અપાવ્યા હોય તેવી હોસ્પિટલોમાં સ્ટર્લિંગ, બેંકર્સ હાર્ટ, ગુજરાત કિડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સવિતા હોસ્પિટલ, સ્પંદન, પ્રાણાયામ અને સ્વાસ્થ્ય હોસ્પિટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોર્પોરેશનની કાર્યવાહીમાં 265 ફરિયાદોમાંથી 59 ફરિયાદો પેન્ડિંગ છે.

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">