Vadodara : સાવલીના રણજીતનગર ગામે દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ, પોલીસે કાર્યવાહી શરૂ કરી

ગામના લોકોનો આક્ષેપ છે કે બુટલેગર ખુબ જ માથાભારે છે અને લોકોને ત્રાસ આપે છે. તો બીજી તરફ પોલીસ પણ સક્રિય પગલા લેતી નથી.ત્યારે ના છૂટકે લોકોને જનતા રેડ કરવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:41 PM

વડોદરાના સાવલી તાલુકાના રણજીત નગર ગામે દેશી દારૂની ધમધમતી હાટડીઓ પકડાઈ છે. ગામના લોકોએ મળીને જનતા રેડ કરી હતી. જેમાં દેશી દારૂના પીપડાઓ શોધીને વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ રેડમાં બુટલેગર અને મહિલા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં મહિલાના હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખેસડવામાં આવી હતી.

બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત પોલીસને પણ રજૂઆત કરી છે તેમ છતા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી હાલ તો ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામના અનેક ઘરમાં દેશી દારૂ બનાવવામાં આવે છે.

ગામના લોકોનો આક્ષેપ છે કે બુટલેગર ખુબજ માથાભારે છે. અને લોકોને ત્રાસ આપે છે. તો બીજી તરફ પોલીસ પણ સક્રિય પગલા લેતી નથી.ત્યારે ના છૂટકે લોકોને જનતા રેડ કરવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ઘટના જોઇ સ્થાનિક પોલીસને પગલા લેવાની સુચના આપે, તે જરુરી બન્યું છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીના કડક અમલ માટે પોલીસને કડક આદેશો આપ્યા છે. તેમજ સરકારે દારૂબંધીના કાયદામાં પણ સજામાં વધારો કરીને તેની પણ વધુ કડકાઇથી અમલ કરવાની દિશામાં કાર્ય કર્યા છે. જો કે તેમ છતાં રાજયના અનેક જિલ્લાઓમાં ચોરી -છૂપીથી અથવા તો પોલીસની રહેમરાહ હેઠળ દેશી દારૂ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ  પણ વાંચો : Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

આ પણ વાંચો :  સાપના ઝેરથી થશે કોરોનાનો ઈલાજ? બ્રાઝિલના સંશોધકોને મળી ચોંકાવનારી માહિતી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">