Vadodara : છેલ્લા 6 વર્ષથી દુષિત પાણીની સમસ્યા નિવારણ માટે સ્થાનિકો તંત્રને દ્વારે, જુઓ Video
વડોદરાના વારસિયામાં છેલ્લા 6 વર્ષથી દુષિત પાણીની સમસ્યા છે. ક્યારેક લાલ તો ક્યારેક કાળુ પાણી આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતુ હોવાની ફરિયાદ સાથે તંત્રને રજૂઆત કરાઇ છે.
Vadodara: શહેરના વારસિયા વિસ્તારમાં લોકોનો આક્ષેપ છે કે, છેલ્લા 6 વર્ષથી તેઓ દુષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે નળમાંથી ક્યારેક લાલ તો ક્યારેક કાળું પાણી આવે છે. આગળના વિસ્તારમાંથી ગટરનું દુષિત પાણી પીવાની લાઈનમાં ભળતુ હોવાની ફરિયાદો ઉઠી છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મળવાથી લોકો રોગનો ભોગ બની રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
મહિલાઓને પીવાનું ચોખ્ખા પાણી માટે એક કિલોમીટર દૂર સુધી જવું પડે છે. આ સમસ્યામાંથી તાત્કાલીક મુક્તિ મળે તે માટે સ્થાનિકોએ તંત્રને અને ધારાસભ્યને રજૂઆત કરી છે. વારસિયા વિસ્તારમાં રહેતા લોકોએ ગંદા પાણી અંગેની રજૂઆત મનપામાં તો કરી છે, પણ સમસ્યાનું સમાધાન નહીં થતા આખરે આ લાકોએ સ્થાનિક ધારાસભ્ય મનીષા વકીલને આ અંગે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : નાયબ મામલતદાર કેતન શાહ 25 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા, જુઓ Video
સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય મનીષા વકીલે આ પ્રશ્નને કોર્પોરેશનની સંકલન બેઠકમાં ઉઠાવ્યો હતો. તો આ તરફ મહાનગરપાલિકાના કમિશનરે પણ હૈયાધારણા આપી છે કે આ વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવશે અને પાણી દુષિત કેમ આવે છે તે અંગેની તપાસ કરવામાં આવશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો