AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરામાં અલ્કલાઇન વોટરનું કૌભાંડ: પાણીમાં મળ્યા કાળા કણો અને પ્રતિબંધિત એસિડ, FSSAIની મોટી કાર્યવાહી

વડોદરામાં અલ્કલાઇન વોટરના પ્લાન્ટ પર FSSAIના દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરમાં ગેરકાયદેસર રીતે 'ફુલ્વિક એસિડ' અને કાળા કણો મળી આવતા 31.61 લાખનો જથ્થો જપ્ત કરાયો છે.

Breaking News: વડોદરામાં અલ્કલાઇન વોટરનું કૌભાંડ: પાણીમાં મળ્યા કાળા કણો અને પ્રતિબંધિત એસિડ, FSSAIની મોટી કાર્યવાહી
Image Credit source: AI
| Updated on: May 09, 2026 | 4:56 PM
Share

આજકાલ ફિટનેસના શોખીનોમાં સાધારણ પાણીને બદલે ‘અલ્કલાઇન વોટર’ પીવાનો ક્રેઝ વધ્યો છે. પરંતુ ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને તમે પેકેજ્ડ પાણી ખરીદતા પહેલા સો વાર વિચારશો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને મળેલી એક ફરિયાદ બાદ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અલ્કલાઇન વોટરના નામે વેચાતી બોટલોમાં જોખમી કાળા કણો જોવા મળ્યા હતા.

રહસ્યમય ‘ફુલ્વિક એસિડ’ અને નિયમોનું ઉલ્લંઘન

લેબ ટેસ્ટમાં બહાર આવ્યું છે કે આ પાણીમાં ‘ફુલ્વિક એસિડ’ ભેળવવામાં આવ્યું હતું. ફુલ્વિક એસિડ કુદરતી રીતે માટી અને છોડમાં જોવા મળે છે, પરંતુ ભારતીય કાયદા મુજબ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરમાં તેનો ઉપયોગ કરવાની બિલકુલ મનાઈ છે. FSSAI એ આ મામલે કડક વલણ અપનાવીને કંપનીનો અંદાજે 31.61 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો છે અને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

શરીરને થઈ શકે છે આ ગંભીર નુકસાન

ડોક્ટરોના મતે, પાણીમાં ભેળવવામાં આવેલા આવા બિનઅધિકૃત પદાર્થો તાત્કાલિક અને લાંબા ગાળાની બીમારીઓ નોતરી શકે છે:

  • તાત્કાલિક અસરો: ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, માથાનો દુખાવો અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • ગંભીર જોખમ: લાંબા સમય સુધી આવું પાણી પીવાથી લિવર અને કિડનીની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.

ગ્રાહકો માટે લાલબત્તી

ભારતમાં પેકેજ્ડ વોટર માટે BIS ના કડક માપદંડો (IS 14543 અને IS 13428) છે, જે મુજબ પાણીમાં કોઈ પણ પ્રકારના કણો કે વધારાના એસિડની મંજૂરી નથી. નિષ્ણાતો સલાહ આપે છે કે:

  • કોઈ પણ હેલ્થ ડ્રિંક ખરીદતા પહેલા તેના લેબલ પર FSSAI લાયસન્સ ચેક કરો.
  • પાણીનો રંગ, સ્વાદ કે ગંધમાં સહેજ પણ ફેરફાર લાગે તો તેનો ઉપયોગ ટાળો.
  • માત્ર આકર્ષક પેકેજિંગ જોઈને તેને ‘હેલ્ધી’ માની લેવાની ભૂલ ન કરો.

ગુજરાતનો આ કિસ્સો યાદ અપાવે છે કે સ્વાસ્થ્યના નામે વેચાતી દરેક વસ્તુ સુરક્ષિત હોતી નથી. તમારી જાગૃતિ જ તમને આવા ભેળસેળિયા તત્વોથી બચાવી શકે છે.

વાળમાં વારંવાર મહેંદી લગાવવી પડી શકે છે ભારે, જાણો તેના ગંભીર સાઈડ ઈફેક્ટ્સ

Follow Us
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">