AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ ઉમેદવારને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ’, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાની મતદારોને ધમકી, કહ્યું, દગો કર્યો તો મકાન રાખવા નહીં દઉ

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સતીષ નિશાળિયાએ કરજણના નગરજનોને ચીમકી આપતા નજરે પડ્યા છે. જેમા તેઓ કહી રહ્યા છે કે ભાજપને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ અને જો દગો કરશો તો મકાન રાખવા નહીં દઉ. આટલેથી જ નિશાળિયા ન અટક્યા વધુ શું કહ્યુ. વાંચો અહીં.

Anjali oza
| Edited By: | Updated on: Feb 11, 2025 | 1:41 PM
Share

વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ પટેલે સભાસ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ચર્ચાઓ થઈ રહી છે. સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જિતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં. તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ-પ્રમુખ ડો. વિજય શાહે કહ્યું હતું કે કરજણની મહંમદનગરીને “રામનગરી” બનાવીશું.

જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ નિશાળિયાએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોને મત નહિ આપો અને દગો કર્યો તો મકાનો તોડી પાડીશું એવી મતદારોને ધમકી આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહંમદ યુસુફ સિંધી “મહંમદનગર”ના 512 મકાનમાંથી 100 મકાનનું ભાડું ઊઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને ડોન સમજી રહ્યો છે અને ગરીબો પર દાદાગીરી કરી રહ્યો છે. તે કહે છે કે ચૂંટણી જીત્યા પછી અમે ભાજપમાં જવાના છે, પરંતુ ભાજપ તેમને ક્યારેય પાછા લેશે નહીં., બ્રિજ નીચેની ગેરકાયદે જગ્યા પચાવી પાડી હતી. એ પરત લઇ લીધી છે. રૂપિયા 1.86 લાખની વીજચોરીનું બિલ આપવામાં આવ્યું છે. ભાજપના નામે ગરીબોને લૂંટવાનું તેણે કામ કર્યું છે, પરંતુ હવે આ રાવણરૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">