VADODARA : મહિલા કોર્પોરેટરે દારૂડિયા પુત્રને છોડાવવા પોલીસ સ્ટેશન માથે લીધુ

પોતાનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો હોવા છતાં ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર જેલમ ચોક્સી લાગવાને બદલે ગાજતા જોવા મળ્યા. તેમણે પોતાના પુત્રને ઠપકો આપવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ કાયદાની ઐસીતૈસી કરી નાખી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 12:38 PM

વડોદરામાં(VADODARA) મહિલા કોર્પોરેટરે (Women corporators)દારૂના નશામાં પકડાયેલા પુત્રને છોડાવવા આખુ પોલીસ સ્ટેશન માથે લીધુ. પોતાનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો હોવા છતાં ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર જેલમ ચોક્સી લાગવાને બદલે ગાજતા જોવા મળ્યા. તેમણે પોતાના પુત્રને ઠપકો આપવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ કાયદાની ઐસીતૈસી કરી નાખી. તેઓ મનફાવે તેમ (POLICE)પોલીસકર્મચારીઓને બોલતા રહ્યા. પોલીસે મહિલા કોર્પોરેટર હોવાથી મર્યાદા જાળવી પણ કોર્પોરેટરે પોલીસકર્મીઓને રીતસરના તતડાવી નાખ્યા.

એક નગરસેવક ( corporators )તરીકે તેઓ ઉગ્ર થવાની જગ્યાએ નમ્ર થઈને પોલીસ સાથે વાતચીત કરી શકતા હતા. પરંતુ આમ કરવાને બદલે તેઓ ઉગ્ર થઈ ગયા અને ઉદ્યતાઈભર્યું વર્તન કરવા લાગ્યા. જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું કોર્પોરેટરનો પુત્ર હોય એટલે ગમે તે કરી શકે? પુત્રએ નશો કર્યો હોવા છતાં કોર્પોરેટર કેમ કરી રહ્યા છે બચાવ? પુત્રની આવી કરતૂત પર લાજવાને બદલે કેમ ગાજ્યા કોર્પોરેટર? ગુનો કર્યો હોય પણ પુત્ર હોય એટલે પોલીસ સ્ટેશન માથે લેવાનું? કોર્પોરેટરના પુત્રને કંઈપણ કરવાની છૂટ? કોર્પોરેટર (corporators)નો પુત્ર હોય એટલે કાયદો લાગુ ન પડે?

હવે આખી ઘટના શું છે તે પણ જાણી લઈએ. 31 ડિસેમ્બર અને નાઈટ કરફ્યૂને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ સઘન ચેકિંગનો આદેશ હતો. પોલીસ બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓને પકડવાની ઝુંબેશ ચલાવી રહી હતી. આ દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ ચોક્સીનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો હતો. પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જે અંગેની જાણ થતાં જ કોર્પોરેટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોતાના દીકરાએ કોઈ ગુનો જ ન કર્યો હોય તેમ વર્તી રહ્યા હતા. શહેર પોલીસ મથકે નગરસેવકના પુત્ર સામે ગુનો નોંધાતા મહિલા કોર્પોરેટર વિફર્યા હતા અને મનફાવે તેમ બોલવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad : મંત્રી પૂર્ણેશ મોદી હેલિકોપ્ટર જોય રાઇડ સેવા ખુલ્લી મુકશે

આ પણ વાંચો : Sabarkantha : પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

Follow Us:
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">