Ahmedabad : મંત્રી પૂર્ણેશ મોદી હેલિકોપ્ટર જોય રાઇડ સેવા ખુલ્લી મુકશે

ગુજરાતના(Gujarat) નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ (Air Service) સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં(Surat) વેન્ચુરા એરકનેક્ટ (Ventura Air Connect)  દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Ahmedabad : મંત્રી પૂર્ણેશ મોદી હેલિકોપ્ટર જોય રાઇડ સેવા ખુલ્લી મુકશે
Ahmedabad: Minister Purnesh Modi will open helicopter joy ride service
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 11:41 AM

રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi)આજે (01 જાન્યુઆરી 2022) રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ (Water aerodrome)ખાતે બપોરે 4:00 કલાકે જોય રાઇડ સેવા (Joy ride service )ખુલ્લી મુકશે. અમદાવાદના રિવરફ્રન્ટ પાસે હેલિકોપ્ટર જોયરાઇડનો પ્રારંભ થશે. આજથી દર વીકેન્ડ માટે રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોયરાઇડ શરૂ કરાશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી 4:00 કલાકે જોયરાઇડ સેવા ખુલ્લી મુકશે. દેશમાં પ્રથમવાર હેલિકોપ્ટરમાં (Helicopter)બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકાશે. પ્રત્યેક રાઇડ્સમાં પાંચ મુસાફરો મજા માણી શકશે. રિવરફ્રન્ટ હેલિપેડથી હેલિકોપ્ટર ટેક ઓફ થઇ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પરત ફરશે. નવ મિનિટની મુસાફરીનો ટિકિટ દર 2360 રૂપિયા નક્કી કરાયા છે. એક સાથે કુલ પાંચ મુસાફરો મજા માણી શકશે.

હેલિકોપ્ટર જોયરાઇડનો રુટ !

સ્પોર્ટ્સ અરેના રિવરફ્રન્ટ પતંગ હોટલ સાબરમતી આશ્રમ સાબરમતી રેલ્વે સ્ટેશન સાબરમતી જેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અડાલજ વાવ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ સાયન્સ સીટી દુરદર્શન ટાવર ડ્રાઇવ ઇન સિનેમા સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ (જુનુ)

સુરતથી આંતરરાજય હવાઇ સેવાનો પ્રારંભ

ગુજરાતના(Gujarat) નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ (Air Service) સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે સુરતમાં(Surat) વેન્ચુરા એરકનેક્ટ (Ventura Air Connect)  દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની અંદર સૌથી પહેલા સુરત પોલીસના 10 જવાનો અને SMCના સફાઈ કર્મચારીઓ અને નાના વર્ગના કર્મચારીઓને સુરત દર્શન કરવામાં આવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સુરત પોલીસ દ્વારા જે સારી કામગીરી કરી તેમાથી 10 જવાનો અને SMC માં સારી કામગીરી કરનાર કર્મચારીઓને હવાઈ ઉડ્ડયનનો લાભ આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી મોદી દ્વારા ઉદઘાટન

શહેરમાં અલગ અલગ સારી કામગીરી કરી જેમાં એક એક પોલીસ જવાનનું સિલેકન્સ કરી પ્રથમ વખત આ વેન્ચુરા માં મુસાફરી કરવામાં આવી જેમાં આજે આ વેન્ચુરા સેવાનું ઉદઘાટન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને રાજયના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટનો સમય જ્યારે સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે જેમાં સમય નો પણ બચાવ થશે.સુરતમાં લોકો સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સુરતથી કરાયો આંતરરાજ્ય હવાઈ સેવાનો પ્રારંભ, જાન્યુઆરી મહિનામાં રહેશે ટિકિટનો આટલો દર

આ પણ વાંચો : અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">