Sabarkantha : પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ,  કોર્ટમાં રજૂ કરાશે

Sabarkantha : પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:49 AM

પેપર લીક કેસમાં પોલીસે હિમતનગરમાંથી બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

ગુજરાતમાં(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક(Head Clerk)પેપર લીક(Paper Leak)કેસમાં હજુ પણ પોલીસ બારીકાઈથી કેસની તપાસ કરી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે પૂછપરછ બાદ તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ ધરપકડ કરી રહી છે.

જેમાં પોલીસે હિમતનગરમાંથી(Himatnagar) બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે બંનેને રજૂ કરવામાં આવશે

સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી

ગુજરાતના પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 આરોપીઓ સબજેલમાં છે. પેપર લીક કાંડના શરૂ કરાયેલા ધરપકડના દોરમાં હજુ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.

તેમજ રાજ્યના ગુહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી. તેમજ આ તમામ આરોપી વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરશે જેના લીધે ભવિષ્યના કોઇપણ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કરવા પૂર્વે વિચાર કરે.

28 ડિસેમ્બરના રોજ પાંચ આરોપીની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે , 28 ડિસેમ્બરના રોજ હેડક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી હતી. જેમાં પોલીસે પ્રાંતિજ અને ઈડર તાલુકાના વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલ ધાનેરાથી ઝડપાઈ ગયો હતો.

જે ઉંછા ગામનો વતની છે. પોલીસે જે આરોપીઓને ઝડપ્યા હતા તેમાં સંજય પટેલ, અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ અને ધીમેન પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Surat : ચાર વર્ષ પહેલા 8 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કાર બાદ લૂંટ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો :  રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીની પુષ્કળ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

Published on: Jan 01, 2022 10:47 AM
g clip-path="url(#clip0_868_265)">