AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: May 02, 2025 | 8:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. તેમજ આગામી 3થી7 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. તેમજ આગામી 3થી7 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મહત્ત્વપૂર્ણ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના અમદાવાદ, અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, આણંદ, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 02, 2025 08:01 AM
g clip-path="url(#clip0_868_265)">