Amit shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી, જુઓ Video
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં માંડવીની મુલાકાત લીધી હતી. વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરી સગર્ભા મહિલાઓની પણ મુલાકાત લીધી હતી. વાવાઝોડા સમયે સગર્ભા મહિલાઓને દાખલ કરાઈ હતી.
Cyclone Biporjoy: કચ્છમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માંડવીની મુલાકાત લીધી હતી. મહત્વનુ છે કે વાવાઝોડા બાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અમિત શાહ અને CMએ સમગ્ર પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સગર્ભા માતાઓની પણ મુલાકાત અમિત શાહે લીધી હતી. વાવાઝોડા સમયે સગર્ભા માતાઓને દાખલ કરાઈ હતી. અમિત શાહે હોસ્પિટલની કામગીરીની પણ મુલાકાત લીધી હતી. ખરાબ વાતાવરણના કારણે તેઓ પહેલા જખૌ આવ્યા. સમગ્ર કચ્છની સ્થિતિનો તેમણે તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદના કાલુપુરમાં ઇમારત ધરાશાયી, 3 લોકો દટાયા, ઘટનામાં એકનું મોત, જુઓ Video
કચ્છ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જખૌ ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેલિપેડ પહોંચ્યા હતા જ્યાં તેમનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું આ તકે બી એસ એસ આઈ. જી રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલિયા કમાન્ડન્ટ સંદીપ સફાયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 500 થી વધુ સગર્ભા મહિલા હતી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમની ખબર અંતર માંડવી ખાતે અમિત શાહે લીધી હતી.