Gujarati Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાકડ ગામ પહોંચ્યા, ખેડૂતોને મળી હૈયાધારણ આપી
પાક નુકસાનીના નિરીક્ષણ બાદ અમિત શાહે કાકડ ગામના ખેડૂતોની પણ મુલાકાત લીધી અને તેમને હૈયા ધારણા આપી.. ખેડૂતોને નુકસાન ખૂબ ગયું છે. ત્યારે આ કપરાં સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે આવી છે.
Bhuj : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah) અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના Cyclone Biporjoy થી અસર ગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી. કાકડ ગામે કેન્દ્રીય ગૃહપ્રધાન પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોને દાડમ, નાળિયેરી સહિતના પાકોને મોટાપાયો નુકસાન થયું છે.પાક નુકસાનીના નિરીક્ષણ બાદ અમિત શાહે કાકડ ગામના ખેડૂતોની પણ મુલાકાત લીધી અને તેમને હૈયા ધારણા આપી.. ખેડૂતોને નુકસાન ખૂબ ગયું છે. ત્યારે આ કપરાં સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે આવી છે.
તો અમિત શાહની કાકડ ગામની મુલાકાત બાદ ટીવીનાઈનની ટીમે ગામલોકો સાથે વાતચીત કરી. લોકોનું કહેવું છે કે, પહેલીવાર છે જ્યારે અહીં રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન આવ્યા છે.
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
