Ahmedabad Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મનપાની 30 સ્માર્ટ શાળાનું કરશે લોકાર્પણ, નારણપુરા ખાતે જાહેરસભા સંબોધશે

|

Jun 21, 2024 | 10:39 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવાનું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. યોગ દિવસની ઉજવણી બાદ અમિત શાહ મનપાની સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવાના છે. અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવાનું છે.

વિદ્યાર્થીઓ માટે 36 કરોડના ખર્ચે 30 શાળાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનો લાભ આશરે 34 હજાર લોકો લઈ શકશે. અમદાવાદના વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા ક્ષેત્રની શાળાઓને લાભ મળશે. અમિત શાહ આજે વસ્ત્રાપુર સરકારી વસાહતની પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. નારાણપુરામાં રાધા ક્રૃષ્ણ મંદિર પાસેની શાળાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત અમિત શાહ આજે નારણપુરા ખાતે જાહેરસભાને સંબોધન કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video