રાજ્યભરમાં તાપમાન ગગડતા અનુભવાયો ઠંડીનો ચમકારો. 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા રાજ્યમાં સૌથી ઠંડા શહેર રહ્યા. ઉત્તર-પૂર્વના તેજ પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. તો રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સિઝનમાં આખરે મોડે-મોડે ઠંડીએ જોર પકડ્યું છે. અને રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડી જાણે જમાવટ કરી રહી છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષા. અને આ બર્ફિલા પવનોની અસર હવે ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. અમરેલી, નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો આ તરફ કેશોદ અને ભુજમાં પણ 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.