ગીર-સોમનાથ જિલ્લાના રહેણાક વિસ્તારોમાં દીપડાના આંટાફેરા હવે સામાન્ય બન્યા હોય તેમ છાશવારે દીપડો દેખા દે છે. કોડીનારના સુગાળા ગામે શિંગોડા નદીના કિનારા પર આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દીપડો આંટાફેરો મારતે નજરે પડ્યો હતો..મંદિર પરિસરમાં બે દીપડા આંટા મારતા નજરે પડ્યા હતા. મંદિરમાં ઘણા દર્શાનાર્થીઓ આવતા હોય આવા સમયે દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.