સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા થયો ઉગ્ર વિરોધ. ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર સાહી ફેંકી વિરોધ કરાયો. પોસ્ટર વિવાદના પગલે સુરત AAPમાં તણાવ વધ્યો. પોસ્ટરમાં આમંત્રીત તરીકે "મીઠી ખાડી મુસ્લિમ સમાજ"નું લખાણ. અને મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીરને પગલે હોબાળો થયો. કાર્યક્રમ સ્થળ હિન્દુ બહુમતી વિસ્તાર હોવાથી VHPએ વિરોધ કર્યો. બીજી તરફ પોસ્ટર વિવાદ પર સુરત AAP પ્રમુખ ધર્મેશ ભંડેરીએ ભાજપ પર આરોપ લગાવ્યો. કહ્યું કેે, ભાજપે પોતાના મળતીયા ઉભા કરી વિરોધ કરાવ્યો છે. પોસ્ટર લગાવવા પાછળ ભાજપનો હાથ હોવાનો અને ભાજપના ઇશારે આ કારસ્તાન થયું હોવાનો આક્ષેપ કર્યો. આમ આદમી પાર્ટીના નેતાઓએ આવા કોઇ ફોટા ન પડાવ્યા હોવાનો પણ દાવો.. વિવાદ મુદ્દે પોલીસમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું.