વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી કેસર કેરીના પાક પર આ વર્ષે વાતાવરણનું ગ્રહણ નડ્યું છે.આ વર્ષો મોડે સુધી પાછોતરો વરસાદ અને પછી મોડી સુધી ઠંડી ન પડવાના કારણે આંબાના પાક પર વિપરિત અસર જોવા મળી છે.જેના કારણે જૂનાગઢના કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે..વર્ષ દરમ્યાન ભેજવાળું વાતાવરણ અને માવઠાનો માર રહ્યો અને ત્યાર બાદ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જે ઠંડી પડવી જોઈએ તે ન પડતા આંબે મોર ન આવ્યો.આ વર્ષે માત્ર 20 ટકા જેટલું ફ્લાવરિંગ જોવા મળ્યું છે.ધંધુસર ગામના ખેડૂતોનો દાવો છે કે.છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો આંબાના પાકમાં નુકશાની ભોગવતા આવ્યા.સમયસર આંબે મોર નથી આવતો જેના કારણે ઉત્પાદનમાં મોટો ફટકો પડે છે આંબાના પાકમાં ઓછા ફ્લાવરિંગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે.આ વર્ષે માવઠું અને ઠંડીની શરૂઆત મોડી થવાના કારણે આંબાની ફ્લાવરિંગની પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો છે..તેમણે કહ્યું કે.15 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ઠંડી ન પડવાના કારણે આંબામાં મોર ઓછો આવ્યો અને હવે જ્યારે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે..હવે જો મોડો મોર આવે, તો તેમાં ફળનું બંધારણ કેટલું રહેશે તે સંપૂર્ણપણે આવનારા વાતાવરણ પર નિર્ભર .