Vadodara : ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video
વડોદરાના ડભોઈમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. કફ સિરપના સેવન બાદ બે બાળકોની તબિયત લથડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સીતપુર ગામના ઊંટવૈદ પાસેથી સિરપ ખરીદ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
વડોદરાના ડભોઈમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. કફ સિરપના સેવન બાદ બે બાળકોની તબિયત લથડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સીતપુર ગામના ઊંટવૈદ પાસેથી સિરપ ખરીદ્યાનો દાવો કરવામાં આવ્યો છે. સિરપની બે બાળકો પર અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર બાળકોને પ્રમુખ સ્વામી હોસ્પિટલના ICUમાં સારવાર આપવામાં આવી છે. જો કે હાલ બંને બાળકોની તબિયત સ્થિર હોવાનો દાવો છે. સિરપ ક્યાંથી લવાઈ હતી તે અંગે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી
MP અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગે પ્રતિબંધિત કફ સિરપના વેચાણને અટકાવવા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારે વડોદરાના ડભોઇના સિતપુર ગામે મજૂરી માટે આવેલા શ્રમજીવીના બે બાળકોને ખાનગી દવાખાનાના તબીબે કફ સિરપ આપ્યા બાદ બંનેની તબિયત લથડી હતી. 3 વર્ષના રાજવીર અને 5 વર્ષીય સારંગાની તબિયત બગડતા બંનેને ડભોઇની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ તબીબ ફરાર થઇ ગયો છે.
મહત્વનું છે કે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. લેભાગુ તત્વો નકલી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. બોગસ તબીબો આડેધડ એલોપેથીની દવાઓ પધરાવતાં હોવાથી ઘણી વખત નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે અંતરિયાળ ગામોમાં ધીકતો ધંધો કરનારા નકલી તબીબો સામે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
