Surat : બારડોલીના મીંઢોળા બ્રિજ પર ત્રિપલ અકસ્માત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના બારડોલીના મીંઢોળા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવતી કારે બે વાહનોને ટક્કર મારી હતી. બે કાર અને પિકઅપ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના બારડોલીના મીંઢોળા બ્રિજ પર પણ ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે બે વાહનોને ટક્કર મારી હતી. બે કાર અને પિકઅપ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.
જો કે મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ક્રેઈન બોલાવી ગાડીઓ ખસેડી વાહન વ્યવહાર શરુ થયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
બીજી તરફ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે. વડોદરાથી અમદાવાદ તરફ આવતા રોડ પર અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર 2 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
