અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર પડી, જુઓ વીડિયો
ભરૂચ : અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા.
ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો ટ્રાફિક સીટી તરીકે બદનામ છે. પહેલા ઝાડેશ્વર ચોકડીથી નર્મદા નદીના બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેનો નવો બ્રિજ બનાવી હલ કાઢવામાં આવતા હવે અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં સમયાંતરે ટ્રાફિક જામની ફરિયાદ ઉઠે છે.
અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં રવિવારના દિવસે ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ભારે વાહનો ઉપરાંત રજાના દિવસે પ્રવાસ કરનારા લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. થોડાથોડા દિવસે અહીં વાહનોની કતાર પડે છે. ચક્કાજામના કારણે વાહનચાલકોને સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર પડી, જુઓ વીડિયો #TrafficJam #Bharuch #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/IRHKCqOWE6
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2024