નવસારી વીડિયો : પાણી પુરવઠા કૌભાંડની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની શંકા
નવસારી: પાણી પુરવઠા કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. 20થી વધુ કોન્ટ્રાક્ટરોના પૈસા ચૂકવાયા નહીં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. 2 વર્ષથી કોન્ટ્રાક્ટરોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તત્કાલીન અધિકારી ડી.બી. પટેલે કોન્ટ્રાક્ટરના નામે પૈસા ઉપાડ્યા હતા. વિવિધ તાલુકાના કામોમાં કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા. વલસાડ, ડાંગ, નવસારીના કોન્ટ્રાક્ટરોને સર્કિટ હાઉસ બોલાવાયા હતા અને બિલની નીકળતી રકમના કાગળ લઇને હાજર રાખવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતની બનાવેલી વિજિલન્સ ટીમ પણ ઉપસ્થિત રહી હતી. કોન્ટ્રાક્ટરના નામે કરોડોની રકમ ઉપાડાઈ હોવાની ચર્ચા સામે આવી હતી. મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂકરાઈ છે.
Input Credit- Nilesh Gamit- Navsari