Navsari Police : ભારે વરસાદ અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાંસદા પોલીસ દ્વારા પ્રવાસીઓનું કરાયું દિલધડક રેસ્ક્યુ, જુઓ Video
નવસારીના અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ વાંસદા ખાતે આવેલા વાંગણ ગામે ફસાયેલા પર્યટકોને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી પોલીસ દ્વારા તેમને બચાવાયા હતા. ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ ચાલકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલ વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહીં આ વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા.
ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ વાહનો સહિત 1 થી 2 વર્ષના નાના બાળકો અને 70-75 વર્ષના સિનિયર સીટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 120 જેટલા સહેલાણીઓને વાંસદા પોલીસના સિનિયર પી.એસ.આઈ. જે.વી. ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી આ કામગીરીમાં સાથ આપ્યો હતો.
વાંસદા પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો.
(Input – Nilesh Gamit, Navsari)
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video


