આજનું હવામાન : બેવડી ઋતુના અનુભવ માટે થઇ જાઓ તૈયાર, આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે . રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે . રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર જશે તેવી આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક શહેરોમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધી શકે છે. રાત્રીના સમયે આંશિક ઠંડીનો ચમકારો વર્તાશે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. કચ્છ જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા,તાપી, વડોદરા, પોરબંદર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.