આજનું હવામાન : દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Sep 27, 2024 | 10:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે એટલે કે શુક્રવારના રોજ ભરૂચ, સુરત, તાપી, અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 28 સપ્ટેમ્બરના રોજ નવસારી, ડાંગ, તાપી, સુરત,નવસારી ,ભાવનગર, છોટાઉદેપુર,નર્મદા , ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી કરી છે. નવરાત્રીની શરુઆતના દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો આ તરફ 5 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">